dhoran 3/4/5 sharirik shikshan kashoti paper

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

શારીરિક શિક્ષણનો મહિમા તથા સત્રાંત પેપર.

શારીરિક શિક્ષણનો અર્થ (meaning of physical education) : -

શારીરિક શિક્ષણ શિક્ષણનો એક ભાગ છે પરંતુ શારીરિક શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ શારીરિક પ્રવૃત્તિઓ છે જે મનુષ્યનો સર્વાંગી વિકાસ કરે છે.શારીરિક શિક્ષણનો અર્થ જુદાજુદા શારીરિક શિક્ષણ શાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ દ્વારા આપેલ છે તે આપણેજોઇએ.


Physical Education, an integral part of the total Education process, is a field of Endeavour which has as its aim the development of physically, mentally, emotionally and socially fit citizens through the medium of physical activities, which have been selected with a view to realizing these out comes."-Charles A. Bucher

શારીરિક શિક્ષણ સંપૂર્ણ શિક્ષણનો એક અંતર્ગત એક ભાગ છે અને તેનું ધ્યેય શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક, માનસિક, સંવેદનાત્મક અને સામાજિક વિકાસ કરવાનું છે-ચાર્લ્સ . બૂચર

"Physical Education is that field of education which deals with big muscles activities and their related

responses." - J.B.Nash

"શારીરિક શિક્ષણ શિક્ષણના સંપૂર્ણક્ષેત્રનો એક ભાગ છે, જેનો સંબંધ સ્નાયુઓ તથા એને લગતી બીજી ક્રિયાઓની સાથે છે.] બી.નેશ

"Physical Education is Education through physical activities for the development the total personality of the child to its fullness and perfection in body, mind and spirit." -A National Plan for Physical Education and Recreation

શારીરિક શિક્ષણ શિક્ષણ છે જેમાં શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શરીર, મન અને આત્મામાં પૂર્ણતા અને સચોટતા લાવી બાળકના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો છે.- નેશનલ પ્લાન ફોર ફિઝિકલ એજ્યુકેશન એન્ડ રીક્રીએશન

"Physical Education is a way of education through physical activities which are selected and carried on with regard to values in human growth development and behavior." - AAHPEAR

શારીરિક શિક્ષણ માનવીના વૃદ્ધિ, વિકાસ અને વર્તનના મૂલ્યોને અનુલક્ષીને પસંદ કરાયેલી તથા સંચાલિત થયેલી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાની રીત છે-આપર

"Physical Education is that part of education which takes place through activities which involve the motor mechanism of the human body and which results in the individual's formulating behavior patterns." -J.R.Sherman

શારીરિક શિક્ષણ મોટા સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓના ગતિમેળ તથા તેને પરિણામે મળતા અનુભવો મારફતે શિક્ષણ આપવાની રીત છે અને તેમાં મૂળભૂત શિક્ષણ ખાસ કરીને જુદીજુદી પરિસ્થિતિમાં કેમ વર્તવું તે છે-જે. આર. શેરમન

"Physical Education is that part of the general education program which is a concerned with the growth development and education of children through the medium of big muscles activities, it is education of the where child by means of Physical activities, Physical activities are the tools. They are so selected and conducted as to influence every aspect of Childs life physically, mentally, emotionally and morally.] -H.C.Buck

શારીરિક શિક્ષણનો હેતુ આજના બાળકોને આજે અને ભવિષ્યમાં પણ શારીરિક દ્રષ્ટીએ યોગ્ય રહે તેવા બનાવવા તેમજ તેમના પર આવી પડેલ સામાજિક, ધંધાકીય કે નૈતિક બંધનોને સાચા નાગરીક તરીકે સંતોષપૂર્વક ઉપાડે એવા શુદ્ધ, સાત્વીક અને નિર્મળ હૃદયના નાગરિક બનાવવા તે છે-એચ. સી. બક

“Physical Education is the education of the body through the body.” -J.P.Thomas

શારીરિક શિક્ષણ શરીર દ્વારા શરીર માટેનું શિક્ષણ છે.] -જે.પી.થોમસ

"Physical Education is the some of the man's physical activities selected as to kind and conducted as to outcomes." -J.F.Williams

શારીરિક કેળવણી એટલે શારીરિક દ્રષ્ટીએ લાભકારક, માનસીક દ્રષ્ટીએ સંતોષકારક અને પ્રેરકસામાજિક દ્રષ્ટીએ સંગીન એવી પ્રવૃત્તિઓ.] -જે.એફ.વિલીઅમ્સ

              આ વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે શારીરિક શિક્ષણ સમગ્ર શિક્ષણનું અતિ મહત્વનું અંગ છે. શારીરિક શિક્ષણનું કાર્યક્ષેત્ર શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શરીર, મન અને આત્મામાં પૂર્ણતા અને સચોટતાલાવી બાળકના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો છે. માટે શારીરિક શિક્ષણના મહાનુભાવોએ એવીશારીરિક પ્રવૃત્તિઓ બાળકોને આપવી જોઇએ કે જેથી તેમનામાં નિડરતા, બળ, સહનશીલતા, બુદ્ધિરોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય.

અહી ક્લિક કરો >>>mcq quiz lesson 12  

શારીરિક શિક્ષણનો ઉદ્દેશ :-

ઉદ્દેશ એક હોઈ શકે પરંતુ તેને પામવા માટે પ્રયોજન અનેક હોઈ શકે છે. ઉદ્દેશ કોઈ પણ પ્રક્રિયાનું આરંભબિંદુ છે. શારીરિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આમાં શારીરિક વિકાસ, માનસિક વિકાસ, ગતિમેળ વિકાસ, સાંવેગિક વિકાસ/સંવેદાનીક વિકાસનો સમાવેશ થાય છે. જે સંક્ષિપ્તમાં પ્રમાણે છે.

() શારીરિક વિકાસ :-

શારીરિક વિકાસ પૂર્ણ વિકાસનો આધારસ્તંભ છે. વિકાસની સમગ્ર પ્રક્રિયા વ્યક્તિની શારીરિક શક્તિ પર આધારિત છે. શારીરિક શક્તિ શરીરના વિકાસથી પ્રાપ્ત થઇ શકે છે. તેથી શરીર વિકાસનું કિંમતી સાધન છે. શારીરિક વિકાસથી માનવ જીવનમાં અને શિક્ષણમાં કેટલાક ફાયદા મેળવે છે જે નીચે પ્રમાણે છે...

કાર્ય કરવાની ક્ષમતા વધે છે.

* પ્રવૃત્તિમાં રસ વધવાથી ધ્યાન અને ઉત્સાહ પ્રગટે છે.

* કાર્ય પ્રમાણે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.

* તંદુરસ્તી કેળવાય છે.

* રોગપ્રતિકારક શક્તિ વધે છે.

* શિક્ષણનું ધોરણ સુધરે છે.

* નિષ્ફળતાનું પ્રમાણ ઘટે છે.

() માનસિક વિકાસ :-

શિક્ષણથી થતા માનસિક ફાયદા શારીરિક શિક્ષણથી જલ્દીથી પ્રાપ્ત થાય છે. વ્યક્તિનો માનસિક વિકાસ જ્ઞાન સંપાદન કરવામાં, શિક્ષણ મેળવવામાં અને શિક્ષણનો જીવનમાં ઉપયોગ કરવામાં માનસિક વિકાસ મોટો ફાળો ભજવે છે. માનસિક વિકાસથી માનવ જીવનમાં અને શિક્ષણમાં કેટલાક ફાયદા મેળવે છે જે નીચે પ્રમાણે છે...

* જ્ઞાનનો સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે.

* જરૂર પડે ત્યારે જ્ઞાનનો (કટોકટીની પળે) ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

* ઝડપથી યોગ્ય નિર્ણય લઇ શકાય છે.

* વિચારશક્તિનો વિકાસ થાય છે.

* યુક્તિ-પ્રયુક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે.

* યોગ્ય-અયોગ્ય, સારા-ખોટા અંગેની સમજ કેળવાય છે.

આમ શારીરિક શિક્ષણથી માનસિક વિકાસની તક મેળવી શકાય છે.

અહી ક્લિક કરો >>>mcq quiz 23 

() ગતિમેળ વિકાસ:-

વિવિધ પ્રવૃત્તિઓ અને જીવનમાં ગતિમેળની ખુબ અગત્યતા રહેલી છે. ગતિમેળ કેળવવા માટે સ્નાયુઓનું ઘડતર ખુબ જરૂરી બાબત છે. સ્નાયુઓની વિશિષ્ટ શક્તિઓથી કાર્યમાં ઝડપઆત્મવિશ્વાસ અને પરિણામ મેળવી શકાય છે. ગતિમેળથી નીચેની બાબતોમાં શિક્ષણની પ્રગતિ થાય છે.

* વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે.

* પ્રવૃત્તિઓમાં આત્મવિશ્વાસ વધે છે.

* સમય અને શક્તિનો બચાવ થાય છે.

* પ્રવૃત્તિમાં રસ, ધ્યાન અને ઉત્સાહ વધે છે.

* કુશળતાથી કૌશલ્ય કરવાથી દર્શનીય બને છે.

સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓના સુમેળથી કાર્ય કરવાની પ્રક્રિયાને ગતિમેળ કહે છે. ગતિમેળથી જ્ઞાનતંતુઓ,

સ્નાયુઓ પાસેથી ઝડપથી કાર્ય લઇ શકે છે. શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી ગતિમેળ કેળવાય છે.

() સાંવેગિક વિકાસ / સંવેદનીક વિકાસ :-

શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ગતિમેળ વિકાસની જેમ સાંવેગિક વિકાસ પણ માનવીય વિકાસમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. માનવીમાં ભય, ક્રોધ, પ્રેમ અને ધૃણા જેવા સંવેગો ઉત્પન્ન થાય છે. શારીરિક શિક્ષણથી આવા સંવેગો ઉપર સરળતાથી અંકુશ મેળવી રસ, ઉત્સાહ અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકાય છે.

* સંવેગો વિકાસમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે.

* વર્તનમાં પરીવર્તન લાવી શકાય છે.

* પ્રવૃત્તિઓ વેગવંતી બને છે.

* સામાજિક સંબંધો વિકાસ પામે છે.

* જીવનમાં અને શાળામાં શિસ્ત કેળવાય છે.

* સમસ્યાઓ ઓછી ઉદભવે છે.

સાંવેગિક વિકાસ એટલે સંવેગોનું ઘડતર. સંવેગો શરીર અને મનમાં પરીવર્તન લાવે છે. સ્પર્ધાઓમાં ભાગ લેવાથી, નિદર્શનમાં ભાગ લેવાથી, શ્રેષ્ઠ સ્પર્ધાઓ નિહાળવાથી સ્નેહ અને સહયોગ કેળવાય છેશારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે મહત્વ ધરાવે છે.

* શારીરિક વ્યક્તિત્વના ગુણો રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા વિકાસ પામે છે.

* શરીરના સ્વસ્થ, સંતુલિત અને સુયોગ્ય વિકાસમાં રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ મહત્વનો ભાગ ભજવે છે.

અહી ક્લિક કરો >>>mcq quiz lesson 20

  • રચનાત્મક ચિંતન, તર્કશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, શરીર અને મનનો ગતિમેળ રમત-ગમત અને
  • શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા વિકાસ પામે છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા બાળકની સાહજિક વૃત્તિઓ સંતોષાય છે જેને
  • પરિણામે તેનું મન વિકારગ્રસ્ત થતા સ્વસ્થ વિકાસ તરફ વધે છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓથી બાળકોમાં માનસિક તાણ અને સંઘર્ષ નિવારી શકાય છે.
  • * સમાયોજન ઝડપથી સાધી શકે છે.
  • પરસ્પર સંપર્ક, સહયોગ, સહનશીલતા, આદાનપ્રદાનની ભાવના, મિત્રતા, સમાનતા, શિસ્ત,પ્રામાણિકતા, નેતૃત્વ અને અનુયાયીત્વ જેવા સામાજિક ગુણો વિકસિત થાય છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓથી બાળકને સામાજિક મોભો, પ્રતિષ્ઠા અને સંબંધ સરળતાથી પ્રાપ્ત થાય છે.
  • * બાળકોમાં ગુનાવૃત્તિ પર નિયંત્રણ મેળવવા રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓમાંજોતરવામાં આવે તો તેઓને રચનાત્મક માર્ગે વાળી શકાય છે.
  • * રાષ્ટ્રીય સંઘઠનના ગુણો પ્રવચનો કે ઉપદેશથી નહિ પરંતુ રમત-ગમત અને શારીરિક શિક્ષણનીપ્રવૃત્તિઓથી આસાનીથી કેળવી શકાય છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓથી બાળકમાં વિકટ પરિસ્થિતિ સામે સંઘર્ષકરવાની ભાવના વિકાસ પામે છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓથી બાળકોમાં સમાધાનની ભાવના કેળવાય છે.
  • * રમત-ગમત અને શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓથી સંઘબદ્ધતા, સંપ, નિષ્ઠા, સામાજિક કુટુંબની ભાવના જેવા ગુણો અને વલણો કેળવાય છે.

અહી download પર ક્લિક કરો અને શારીરિક શિક્ષણ સત્રાંત કસોટી પેપર મેળવો  >>>

 


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...