STD 4 EKAM MUJAB ADHYAYAN NISHPATTI SEM 1/2

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

 

PATRAK -A STD 4 sem 1- 2 kuhu

ધોરણ 4 નાં બધા વિષયો તથા નવા કુહૂ પુસ્તક મુજબની અધ્યયન નિષ્પત્તિઓ. 




● શબ્દો અને વાક્યોનું સંકેતીકરણ કરી શકે છે. શબ્દ-શબ્દ વચ્ચેની જગ્યા પારખે છે વાક્યોમાં વિરામચિહ્નો પારખે છે. શબ્દો, વાક્યો, પરિચ્છેદનું શ્રુતલેખન કરે છે. વર્ણ અને તેની સાથે આવતા સ્વરચિહ્નનું કદ સુસંગત રીતે લખે છે. જોડાક્ષરોનું શ્રવણ, વાચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે. ગતિપૂર્વક વાક્યનું લેખન કરે છે. ● શબ્દો અને વાક્યોનું શબ્દીકરણ કરી શકે છે. યોગ્ય જગ્યા છોડી વિરામચિહ્નોનો ઉપયોગ કરી લખે છે. શબ્દો મોટેથી વાંચે છે. વાક્યો મોટેથી વાંચે છે. ચારથી પાંચ ધ્વનિવાળા શબ્દોને અર્થ સાથે પ્રયોજન કરે છે. વાક્યનું વાચન પ્રવાહિતાથી કરે છે. ● કથનાત્મક લખાણ સાંભળી/વાંચીને સમજે છે. કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કથનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે. કથનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. કથનાત્મક લખાણને આધારે સર્જન કરે છે. કથનાત્મક (વાર્તા/પ્રસંગ) લખાણના આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનું સંયોજિત શ્રવણ કરે છે. કથનાત્મક (વાર્તા/પ્રસંગ) લખાણના આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનું સંયોજિત શ્રવણ કરે છે. કથનાત્મક લખાણના શ્રવણ પરથી મુખ્ય બાબતો ઓળખાવે છે. બે વાર શ્રવણ કર્યા બાદ માહિતીના તથા માહિતી વિશેના સાદા સંબંધો વિશેના પ્રશ્નોના ઉત્તર આપે છે. આઠ શબ્દો સુધીનાં વાક્યોનું શ્રુતલેખન કરે છે. શ્રવણ બાદ કથનાત્મક વિગત (વાર્તા/ ઘટના/ પ્રસંગ) સંક્ષિપ્તમાં પોતાના શબ્દોમાં રજૂ કરે છે. ● કાવ્યાત્મક લખાણ વાંચીને સમજે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે. કાવ્યાત્મક લખાણને આધારે સર્જન કરે છે. આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનાં શ્રવણને આધારે શબ્દો શબ્દસમૂહો બોલી બતાવે છે. કાવ્યાત્મક શ્રવણ પરથી મુખ્ય બાબતો ઓળખાવે છે. શ્રવણ (બે વખત) કર્યા બાદ માહિતીના તથા માહિતી વિશેના સાદા સંબંધો વિશેના પ્રશ્નોના ઉત્તર આપે છે. શ્રવણ બાદ કાવ્યાત્મક વિગત (વાર્તા/ઘટના/ પ્રસંગ) સંક્ષિપ્તમાં પોતાના શબ્દોમાં રજૂ કરે છે. કાવ્યાત્મક લખાણના આનુષંગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનું સંયોજિત શ્રવણ કરે છે ● કથનાત્મક લખાણનું વાચન-અર્થગ્રહણ કરે છે. કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કથનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચે સંબંધો સમજે છે. કથનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. કથનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે. કથનાત્મક લખાણના આધારે સર્જન કરે છે. પ્રવાહી રીતે મુખવાચન કરે છે. દસેક વાક્યોના પરિચ્છેદનું મુખવાચન કરે નાટયાત્મક વાચન કરે છે. વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક તથા તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તર શોધે છે. જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યાર્થનું અનુલેખન કરે છે. ઇતર વાંચન કરે છે. (પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું કે પુસ્તકાલયનો ઉપયોગ) વાચન સામગ્રીમાંની ભાવાત્મક અભિવ્યક્તિઓને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે. ● માહિતીલક્ષી લખાણ લખી/કરી શકે છે. માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે. માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. માહિતીલક્ષી લખાણનું વિશ્લેષણ કરે છે. માહિતીલક્ષી લખાણને આધારે સર્જન કરે છે. પ્રવાહી રીતે મુખવાચન કરે છે. દસેક વાક્ય સુધીના પરિચ્છેદનું વાચન કરે છે. નાટયાત્મક વાંચન કરે છે. વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે. જૂથ/જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યોના અર્થનું અનુલેખન કરે છે. (પૂરક વાચન + મૂળ પાઠ) ઇતર વાચન કરે છે. (પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું + પુસ્તકાલયનો ઉપયોગ) વાચન સામગ્રીમાંની ભાવાત્મક અભિવ્યક્તિને ઓળખે અને તે વિશે પ્રતિભાવ વ્યક્ત કરે છે.. ● કાવ્યાત્મક લખાણ વાંચી શકે છે અને સમજી શકે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગત શોધે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કાવ્યાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે. કાવ્યાત્મક લખાણને આધારે સર્જન કરે છે. પ્રવાહી રીતે મુખવાચન કરે છે. દસેક વાક્યોના પરિચ્છેદનું મુખવાચન કરે છે. નાટ્યાત્મક વાચન કરે છે. વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે. જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યોના અર્થનું અનુલેખન કરે છે. (પૂરક વાચન + મૂળ પાઠ) ઇતર વાચન કરે છે. પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું + પુસ્તકાલયનો ઉપયોગ વાચન સામગ્રીમાંની અભિવ્યક્તિઓને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે. ● કાવ્યાત્મક લખાણને વાંચે, માણે અને સમજે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કાવ્યાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે. કાવ્યાત્મક લખાણને આધારે સર્જન કરે છે. પ્રવાહી રીતે મુખવાચન કરે છે. નાટ્યાત્મક વાચન કરે છે. વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે. જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યાર્થનું અનુલેખન કરે છે. (મૂળ પાઠ + પૂરકવાચન) ઇતર વાચન કરે છે. (પાઠયપુસ્તકમાં દર બે પાઠ પછી આપવું + પુસ્તકાલયનો ઉપયોગ) વાચન સામગ્રીમાંની ભાવાત્મક અભિવ્યક્તિઓને ઓળખે અને તે વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે. ● પ્રકીર્ણ લખાણ, છૂટાછવાયા, જાહેરાત બોર્ડ વગેરે લખાણને વાંચીને સમજી શકે છે. પ્રકીર્ણ લખાણમાંથી વિગતો શોધે છે. પ્રકીર્ણ લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. પ્રકીર્ણ લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. પ્રકીર્ણ લખાણનું વિશ્લેષણ કરે છે. પ્રકીર્ણ લખાણને આધારે સર્જન કરે છે. ● મૌખિક અભિવ્યક્તિ કરી શકે છે. પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે. આરોહ અવરોહ સાથે અભિનય સાથે વાર્તા રજૂ કરે છે. વાર્તા પરથી નાટયીકરણ કરે છે. પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે. મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દા રજૂ કરે, અભિપ્રાય આપે છે. પોતાના પ્રદેશ વિશેષની,ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપ છે રજૂ કરે છે. વાર્તા / કાવ્યને નાટયસંવાદમાં રૂપાંતરણ કરે, અભિનય રજૂ કરે છે. પ્રવાહી શૈલીમાં વાર્તાકથન કરે છે. વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યગાન કરે છે. ● મૌખિક અભિવ્યક્તિ કરી શકે છે. પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે. આરોહ અવરોહ સાથે અભિનય સાથે વાર્તા રજૂ કરે છે. વાર્તા પરથી નાટયીકરણ કરે છે. પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે. મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દા રજૂ કરે, અભિપ્રાય આપે છે. પોતાના પ્રદેશ વિશેષની,ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજૂ કરે છે. વાર્તા / કાવ્યને નાટયસંવાદમાં રૂપાંતરણ કરે, અભિનય રજૂ કરે છે. પ્રવાહી શૈલીમાં વાર્તાકથન કરે છે. વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યગાન કરે છે. ● લેખિત અભિવ્યક્તિ કરી શકે છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં કરે છે. વાર્તા, કાવ્ય, ગીત સાંભળી / વાંચી તેના અંશોનું લેખન કરે છે. દૃશ્યાત્મક વિગતોને લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે. લેખિત સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દા રજૂ કરે, અભિપ્રાય આપે છે. કથા / કાવ્ય રચનાઓને આધારે કાલ્પનિક ઉમેરણ કરે છે. પોતાના પ્રદેશ વિશેષની ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે. આપેલા શબ્દો, શબ્દસમૂહો જોડીને વાક્ય / પરિચ્છેદ કે વાર્તાની રચના કરે છે. ● નામ ઓળખાવ્યા વિના વ્યાકરણનાં ઘટકો ઓળખે છે અને પ્રયોજે છે. સર્વનામ, વિશેષણ, આજ્ઞા, વિનંતી, સૂચના, સ્થળ અને સમયવાચક અવ્યય(વચ્ચે, ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, બહાર, પછી, અત્યારે, પહેલા) પુનરાવર્તિત પ્રયોગ(રમતાં રમતાં) સંયોજકો(અને, કે, એટલે, તેમ છતાં, તોય)નો ઉપયોગ કરે છે. શક્યતા અને ભારવાચક વાક્યરચનાઓ ઓળખાવે અને પરિસ્થિતિના સંદર્ભમાં તેમનો ઉપયોગ કરે છે. અવ્યયો, સંયોજકો - પણ, પરંતુ,તેથી, અથવા, કેમ કે - નો યોગ્ય-અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને પરિસ્થિતિના સંદર્ભમાં તેમનો ઉપયોગ કરે છે. સજીવ-નિર્જીવની જાતિ ઓળખાવે, લિંગ અનુસાર ક્રિયાપદ અને વિશેષણનો ઉપયોગ કરી વાક્ય રચે છે. વાક્ય સંરચનાનાં જુદાં-જુદાં પાસાં ઓળખાવે અને તેમનો ઉપયોગ કરે છે.(શબ્દ ઉમેરી વાક્ય પૂરું કરવું, આડાઅવળા આઠેક શબ્દો ગોઠવી યોગ્ય વાક્ય બનાવવું, મિશ્ર થયેલાં બે વાક્યો છૂટાં પાડવાં વગેરે.) વિધાન વાક્ય, પ્રશ્નવાક્ય(પ્રશ્નનાર્થ પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે. વર્તમાન, ભૂત અને ભવિષ્યસૂચક વાક્યો ઓળખાવે છે અને પરિસ્થિતિ અનુસાર ઉપયોગ કરે છે. મૂળક્રિયા પરથી કાળ અનુસાર ક્રિયાપદની રચના કરે છે. પાડેલાં નામ(વ્યક્તિવાચક) અને સમૂહવાચક ઓળખે છે. અક્ષરોમાંના હસ્વ અને દીર્ઘ સ્વરચિહ્નો ઓળખાવે છે. ‘શ’ અને ‘સ’નો ઉચ્ચાર ભેદ પારખે અને પ્રયોજે છે. જોડાક્ષર અને સંયુક્તાક્ષરનું શ્રવણ, કથન, વાચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે. લાંબા શબ્દો(વર્ણ સંખ્યા 5 કે 6)ના વર્ણો ઓળખાવે છે. તે શબ્દોનું શ્રવણ, કથન, વાચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે. આપેલ ઘટના પ્રસંગ/વાર્તા કે સંવાદની પછીની ઘટના/પ્રસંગ/વાર્તા કે સંવાદની ધારણા કરે છે. ● પરિચિત શબ્દોને ઓળખી શકે છે. સમાનાર્થી શબ્દો શોધે છે. વિરુદ્ધાર્થી શબ્દો ઓળખાવે છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. ● નવા શબ્દોના અર્થની ધારણા કરે છે અને નવા શબ્દો બનાવે છે. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે. નવા શબ્દો શોધે છે. નવા શબ્દોના અર્થની ધારણા કરે છે. શબ્દના અર્થ તારવે છે. ● ભાવાત્મક સમાવેશન(Affective Development) કરી શકે છે. ભાવાત્મક સંકેતો ઓળખાવે છે. ભાવાત્મક પ્રતિભાવ આપે છે. ભાવાત્મક વલણ દર્શાવે છે. વાર્તા, કાવ્ય, પ્રસંગ, ચિત્રોમાં પ્રગટ થતા ભાવ ગ્રહણ કરે છે. ભાવાત્મક પ્રતિભાવ શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા પ્રગટ કરે છે. ભાવાત્મક અભિવ્યક્તિ માટેનું શબ્દભંડોળ રચે છે. પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટના / પાત્રોનું અનુસંધાન કરે છે. ● મનોશારીરિક પ્રવૃત્તિઓ કરી શકે છે. સુલેખન કરે છે. કલાત્મક અક્ષરાંકન કરે છે. લયાત્મક કાવ્યાગાન કરે છે. સાભિનય કાવ્યગાન કરે છે. પઠન તથા ગાન માટે શ્વાસનિયમન કરે છે. કથા - કાવ્ય - વર્ણનના આધારે ચિત્રીકરણ કરે છે. ટંગવિસ્ટર(જીભતોડ) વાક્યો બોલે છે. મનોશારીરિક કેળવણીની રમતો રમે છે ☛ સંખ્યાઓની મૂળભુત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે. 10000 સુધીની સંખ્યાઓની સમજ ધરાવે છે. 10000 સુધીની સંખ્યાઓને અંકોમાં લખે છે. 10000 સુધીની સંખ્યાઓને શબ્દોમાં લખે છે. 10000 સુધીની સંખ્યાની સ્થાનકિંમત જણાવે છે. એક અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે. એક અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે. એક અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે. સરવાળા આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે. બાદબાકી આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે. ગુણાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે. ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે. પોતાના હિસાબની રોજનીશી બનાવે છે. ચલણી નોટ-સિક્કાના આધારે 1000 સુધીના સરવાળા કરે છે. ઘડિયા અને ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે. એક સંખ્યાનો બીજી સંખ્યા વડે ભાગાકાર વિવિધ પદ્ધતિઓ જેવી કે, ચિત્રાત્મક, સમાન જૂથ, પુનરાવર્તિત બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના આંતરસંબંધ દ્વારા કરે છે. સંખ્યાત્મક પેટર્નને સમજે છે. અને આગળ વધારે છે. ★ અપૂર્ણાંક સાથે કામ કરે છે. કોઈ વસ્તુના ભાગ તરીકે અપૂર્ણાંકને સમજે છે. અપૂર્ણાંકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. આપેલ ચિત્રોમાં એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ ભાગ ઓળખે છે. અડધો, પોણો, પા જેવા અપૂર્ણાંકોને 1/2, 3/4, 1/4 જેવા ચિહનોથી દર્શાવે છે. 1/2 અને 2/4 વચ્ચે તથા અન્ય અપૂર્ણાંકો વચ્ચે સમાનતા દર્શાવે છે. ☛ આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ ધરાવે છે. ભૌમિતિક આકારોની વિવિધ પેટર્નને ઓળખે છે. કાગળને વાળીને-કાપીને કે આંગળાની છાપ વગેરેને આધારે સંમિતિની સંકલ્પના સમજવા દર્પણ આકૃતિ બનાવે છે. વસ્તુને જુદા- જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈને તેના દેખાવ વિશે સમજે છે. અને સરખામણી કરે છે. વસ્તુને જુદા-જુદા પરિપેક્ષ્યમાં જોઈને દોરે છે. આપેલ ચિત્ર-નકશાના આધારે અવકાશીય સમજણ અને દિશાઓ સંબંધી પ્રશ્નોના જવાબ આપે છે. વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસની સંકલ્પના સમજે છે. વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસને ઓળખે છે. વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસને દર્શાવે છે. પરિકરની મદદથી વર્તુળ દોરે છે. વર્તુળ આધારિત વિવિધ ભાત દોરે છે. ભોંયતળિયાની પેટર્ન બનાવવા માટે જરૂરી આકારો(લાદી) શોધે છે. અને બનાવે છે. ★ આપેલ આકારને એકમ તરીકે લઈ ભૌમિતિક આકારો)ત્રિકોણ, લંબચોરસ, ચોરસ(ની પરિમિતિ અને ક્ષેત્રફળ રજૂ કરે છે. દા.ત. ટેબલના મથાળાને સંપૂર્ણ ઢાંકવા માટે જરૂરી નોટબુક પુસ્તકની સંખ્યા જણાવે છે. વિવિધ આકારોની પરિમિતિ શોધે છે. આલેખપત્ર અથવા સમાન ચોરસ ખાનાની મદદથી અનિયમિત આકારના પદાર્થનું ક્ષેત્રફળ શોધે છે. સમાન ચોરસ ખાનાની મદદથી વિવિધ નિયમિત આકારોનું ક્ષેત્રફળ શોધે છે. પરિમિતિ અને ક્ષેત્રફળ આધારિત રોજીંદા જીવનના કોયડા ઉકેલે છે. ● મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે. અંતર અને ઊંચાઈના એકમ) સેમી, મીટર, કિમી) ની સમજ ધરાવે છે. અંતર અને ઊંચાઈના એકમોનું રૂપાંતરણ કરે છે.) સેમીનું મીટર, મીટરનું સેમી, મીટરનું કિમી, કિમીનું મીટર) ● બે વસ્તુઓ વચ્ચેના અંતર, જુદી-જુદી વસ્તુઓનું વજન, વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે. અને તેમનું ચોક્કસ માપન કરે છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરે છે. બે બિંદુઓ વચ્ચેના અંતરનું માપપટ્ટી વડે માપન કરે છે. અને દોરે છે. ઊંચાઈનું અનુમાન કરે છે. ઊંચાઈનું માપન કરે છે. ઊંચાઈના અનુમાન અને માપનની સરખામણી કરે છે. અંતર અને ઊંચાઈ આધારિત વ્યાવહારિક કોયડા ઉકેલે છે. ગુંજાશની સંકલ્પના સમજે છે. વસ્તુની ગુંજાશનો અંદાજ લગાવે છે. ગુંજાશના એકમો લિટર અને મિલિલીટરની સમજ ધરાવે છે. લિટરનું અને મિલિલીટરમાં અને મિલિલીટરનું લિટરમાં રૂપાંતર કરે છે. ગુંજાશના વ્યવહારુ કોયડા ઉકેલે છે. ☛ રોજિંદા જીવનની પરિસ્થિતિઓ-સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે. (નાણું, લંબાઈ, વજન, જથ્થો, અંતર, ગુંજાશ વગેરે આધારિત) આપેલી વિગતોના આધારે માહિતીનો અંદાજ મેળવે છે. આપેલી વિગતોના આધારે ગાણિતિક પ્રક્રિયાઓની મદદથી ઉકેલ મેળવે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરે છે. ત્રણ અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરે છે. ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે.)નાણું, લંબાઈ, વજન, જથ્થો, અંતર, ગુંજાશ વગેરે આધારિત( માહિતી આધારિત અર્થગ્રહણ કરીને પ્રશ્નોના જવાબ આપે છે. (બિલ, ભાવપત્રક) વજનના એકમ તરીકે ગ્રામ અને કિલોગ્રામની સમજ મેળવે છે. ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરે છે. કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરે છે. જુદા-જુદા વજનવાળી વસ્તુઓના વજનની સરખામણી કરે છે. જાતે વજનિયાં બનાવે છે. રોજિંદા જીવનમાં જુદી જુદી વસ્તુઓનું વજન શોધે છે. વજન આધારિત વ્યાવહારુ કોયડા ઉકેલે છે. ● ઘડિયાળનો સમય કલાક અને મિનિટમાં વાંચે છે. અને સમયને am અને pm માં દર્શાવે છે. ઘડિયાળનો સમય ઓળખી શકે છે. આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવે છે. રોજિંદા જીવન વ્યવહારને સમય સાથે જોડે છે. સમયનું અનુમાન કરે છે. સમયના કરેલા અનુમાનની વાસ્તવિક રીતે ચકાસણી કરે છે. ● 12 કલાક અને 24 કલાકની ઘડિયાળને સમજે છે., તેમજ તેમની વચ્ચેનો સંબંધ શોધે છે. સમયને 12 કલાક અને 24 કલાકના સંદર્ભે દર્શાવે છે. રોજિંદા જીવનમાં 12 કલાક અને 24 કલાકના સંદર્ભે સમયનો ઉપયોગ કરે છે. ● રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની સમયગાળાની ગણતરી કરે છે. અને ઘટનાઓને ક્રમમાં ગોઠવે છે. બે ઘટનાઓ વચ્ચેના સમયગાળાની ગણતરી કરે છે. ઘટનાઓને સમયના ક્રમમાં ગોઠવે છે. મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, માસ અને વર્ષની સમજ સમયના સંદર્ભમાં ધરાવે છે. કેલેન્ડરની સમજ ધરાવે છે. ★ ગુણાકાર અને ભાગાકારમાં રહેલ પેટર્ન ને ઓળખે છે. (9 ના ગુણક સુધી) 1 થી 9 સુધીના ઘડિયાની રચના સમજે છે. અને તેના આધારે મોટી સંખ્યાના ઘડિયા રચે છે. ★ સંમિતતાને આધારે આપેલ ભૌમિતિક પેટર્નનું અવલોકન કરે છે. ભૌમિતિક પેટર્ન ને ઓળખે છે. અને ભૌમિતિક પેટર્નને આગળ વિસ્તારે છે. આકારોમાં જોવા મળતી પેટર્નને સમજે છે. અને આગળ વધારે છે. અંગ્રેજી મૂળાક્ષરો અને અંકો આધારિત પેટર્ન સમજે છે. અને આગળ વધારે છે. ★ ભેગી કરેલ માહિતીને કોષ્ટકમાં અને સ્તંભાલેખમાં નિરૂપણ કરે છે. અને તેમાંથી અનુમાન તારવે છે. કોષ્ઠકમાં આપેલી માહિતીનું અર્થઘટન કરે છે. અને પ્રશ્નોના જવાબ આપે છે. રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓને કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. માહિતીના આધારે સ્તંભ આલેખની રચના કરે છે. સ્તંભ આલેખ આધારિત પ્રશ્નોના જવાબ આપે છે. માહિતીના આધારે વર્તુળ આલેખની રચના કરે છે. વર્તુળ આલેખ આધારિત પ્રશ્નોના જવાબ આપે છે. આસપાસ જોવા મળતી વનસ્પતિનાં મૂળ, ફૂલ અને ફળોનાં સાદાં લક્ષણોને ઓળખે છે. (જેમ કે આકાર, રંગ, સુગંધ, તે ક્યાં ઊગે છે તેમજ અન્ય બાબતો વગેરે) પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલ વિવિધતાઓને ઓળખે છે. (જેમ કે ચાંચ/ દાંત, પંજો, કાન, વાળ, માળો / રહેઠાણ વગેરે) વિસ્તૃત બનતા કુટુંબના સભ્યો સાથે પોતાના અને સભ્યોના પરસ્પરના સંબંધોને ઓળખે છે. મોટાં કે નાના સમૂહમાં રહેતાં પ્રાણીઓ (જેમ કે કીડી, માખી, હાથી વગેરે) અને માળો બાંધતાં પક્ષીઓનાં વર્તનોને તેમજ જન્મ, લગ્ન અને સ્થળાંતરને કારણે માનવકુટુંબમાં થતા ફેરફારોને સમજાવે છે. રોજિંદા જીવનમાં (ખેતી, બાંધકામ, કલા, હસ્તકલા વગેરે)કૌશલ્યોનું વર્ણન કરે છે તથા વડીલો પાસેથી મળતો વારસો અને તાલીમ (સંસ્થાઓની ભૂમિકા)નું મહત્વ વર્ણવે છે. ખોરાક, પાણી, કપડાં જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા સમજાવે છે. (જેમ કે મૂળ સ્રોતથી ઘર સુધી, અનાજનું ખેતરમાંથી બજારમાં અને ત્યાંથી ઘર સુધી પહોંચવું તથા સ્થાનિક જળસ્રોતમાંથી પાણીનું શુદ્ધીકરણ અને વપરાશ માટેની રીતો) ભૂતકાળ અને વર્તમાનકાળની વસ્તુ અને પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત સમજે છે. (જેમ કે પરિવહન, ચલણ, રહેઠાણ, સામગ્રી, સાધનો, કૌશલ્યો, ખેતી, બાંધકામ વગેરે) અવલોકનક્ષમ લક્ષણોને આધારે પ્રાણી, પક્ષી, વનસ્પતિ, સાધનો તેમજ બિનઉપયોગી વસ્તુઓનું વર્ગીકરણ કરે છે. (જેમ કે દેખાવ -કાન, વાળ, ચાંચ, દાંત, ચામડી અને શરીરની સપાટી, પ્રાણી - પાલતું, જંગલી, વનસ્પતિ - ફળ, શાક, કઠોળ, તેજાના અને ખોરાકનો જીવનકાળ/ ટકાઉપણું, ઉપયોગ - ખાદ્ય, ઔષધીય, સુશોભન, અન્ય અને પુનઃઉપયોગ, લાક્ષણિકતાઓ - ગંધ, સ્વાદ, ગમો- અણગમો વગેરે) ગુણધર્મો અને ઘટનાઓનું અનુમાન રે છે, પ્રમાણિત અને બિનપ્રમાણિત એકમો (જેમકે કિલોગ્રામ, ગજ, પગલાં, ડગલાં, મીટર વગેરે) દ્વારા અવકાશી જથ્થા (અંતર, વજન, સમય)નો અંદાજ કાઢે છે તથા સાદા અને હાથવગા ઉપાયો દ્વારા કાર્યકારણ સંબંધની ચકાસણી કરે છે. (જેમ કે બાષ્પીભવન, ઘનીભવન, શોષણ તથા પદાર્થોનું કદ, વૃદ્ધિ, ફળ, ફૂલ અને શાકભાજીનું ટકાઉપણું) પોતાના અવલોકનો, અનુભવો, વસ્તુઓ અંગેની માહિતી, પ્રવૃતિઓ, મહત્વની ઘટનાઓ કે મુલાકાત લીધેલ સ્થળો (જેમ કે મેળાઓ, તહેવારો, ઐતિહાસિક સ્થળો) અંગે અલગ રીતે નોંધ કરે છે તથા પ્રવૃત્તિઓ અને અસાધારણ ઘટનાઓની આગાહી કરે છે. નકશામાં દર્શાવેલા ચિહ્નો, સ્થળો અને દિશાઓ વગેરે ઓળખે છે અને તેના આધારે દિશા સૂચવે છે. સાઇનબૉર્ડ, પોસ્ટર, નાણું (નોટ/ સિક્કા), રેલવે ટિકિટ, સમયપત્રક વગેરે માહિતીનો ઉપયોગ કરે છે. સ્થાનિક અને બિનઉપયોગી વસ્તુઓના ઉપયોગથી કોલાજ, ડિઝાઇન, મૉડેલ્સ, રંગોળી, પોસ્ટર્સ, આલબમ અને સાદા નકશા (શાળા તથા આસપાસના વિસ્તારના) બનાવે છે. જોયેલ અને અનુભવેલ (શાળા/પરિવાર/પડોશની) બાબતો (જેમ કે પસંદગી, નિર્ણય, સમસ્યા નિવારણ વગેરે) જાહેર સ્થળોએ પાણીનો ઉપયોગ/ મધ્યાહ્ન ભોજન યોજના વગેરેમાં જાતિગત ભેદભાવો, બાળઅધિકારો (જેમ કે શાળાએ જવું, બાળઅપમાન, સજા, બાળમજૂરી વગેરે), સ્પર્શ (સારો અને ખરાબ) અંગે અભિપ્રાય આપે છે. સ્વચ્છતા અંગેનાં તથા સંસાધનોના કરકસરયુક્ત અને પુનઃઉપયોગ, પુનઃનિર્માણ અંગેના ઉપાયો સૂચવે છે. વિવિધ સજીવો (જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, વડીલો અને દિવ્યાંગ વ્યક્તિઓ)ની કાળજી લે છે તથા વિવિધ સ્રોતો (જેમ કે ખોરાક, પાણી અને જાહેર મિલકતો)ની જાળવણી કરે છે. નકશામાં પોતાના જિલ્લાની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. (જેમ કે જોવાલાયક અને મહત્વનાં સ્થળો, નદીઓ, ખેતી, ઉદ્યોગો વગેરે) ● हिन्दी के लिपि संकेतों को समझते हैं । ● मातृभाषा तथा हिन्दी की वर्ण ध्वनियों के बीच का अंतर समझते हैं । ● परिचित शब्द, सरल वाक्य, बातचीत सुनकर एवं पढ़कर समझते हैं । परिचित शब्द सुनकर एवं पढ़कर समझते हैं । सरल वाक्य सुनकर एवं पढ़कर समझते हैं । बातचीत सुनकर एवं पढ़कर समझते हैं । ● परिचित गद्य और पद्य सुनकर समझते हैं । परिचित गद्य सुनकर समझते हैं । परिचित पद्य सुनकर समझते हैं । ● परिचित परिस्थितियों में सामान्य सूचनाओं को पढ़कर समझते हैं । ● 'कौन', 'क्यों', 'कब' और 'कहाँ वाले प्रश्नों को समझते हैं । ● श्यामफलक, फ्लेशकार्ड चार्ट आदि पर बड़े अक्षरों में लिखित सामग्री को पढ़कर समझते हैं । ● 1 से 20 तक के अंकों को सुनकर पढ़कर समझते हैं । ● वर्णो का शुद्ध उच्चारण एवं लेखन करते हैं । ● शब्द और सरल वाक्य का शुद्ध रूप से उच्चारण एवं लेखन करते हैं । शब्द का शुद्ध रूप से उच्चारण एवं लेखन करते हैं । सरल वाक्य का शुद्ध रूप से उच्चारण एवं लेखन करते हैं । ● परिचित विषय पर चार-पाँच वाक्य बोलते हैं। ● परिचित सरल गीत का सामूहिक गान करते हैं । ● सरल प्रश्नों के उत्तर देते हैं । ● 1 से 20 तक की गिनती शब्दों और अंकों में उच्चारण एवं लेखन करते हैं । ● वर्णमाला का उपयोग करके शब्द बनाते हैं । ● चित्र का वर्णन करते हैं । ● सरल शब्दों का वाक्य में प्रयोग करते हैं । ● समानार्थी, विरुद्धार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं । समानार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं । विरुद्धार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं । ● लिंग और वचन को समझकर वाक्य में प्रयोग करते हैं । लिंग को समझकर वाक्य में प्रयोग करते हैं । वचन को समझकर वाक्य में प्रयोग करते हैं । ● सूचना अनुसार अभिनय करते हैं । ● आधे-अधूरे वाक्यों को पूरा करते हैं । ● चित्र के आधार पर कहानी का वर्णन करते हैं । ● श्रव्य या वाच्य सामग्री में से अंतर्निहित मूल्य (जैसे - प्राणीप्रेम, प्रकृति प्रेम, निडरता) विकसित करते हैं । રમત રમવા માટે ટૂંકી સુચનાઓ સાંભળી તે પ્રમાણે ક્રિયા કરશે. સ્થળ,વસ્તુની વિગત સાંભળી દર્શાવે છે. વસ્તુ, વ્યક્તિ અને સ્થળનું વર્ણન સાંભળીને ઓળખે છે. શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે. દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે. અરસપરસ સુચના મુજબ પ્રતિભાવ આપે છે. ઉલટ પ્રશ્નો (inversion questions)ના ટૂંકા જવાબ આપે છે. wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે. લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. This, That નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે. વિદ્યાર્થીઓ વ્યવસાયકારોને ઓળખે છે. અને કાર્યને વ્યવસાય સાથે જોડે છે. આભાર માને છે અને દિલગીરી વ્યક્ત કરે છે. અંગ્રેજી કેપિટલ અને સ્મૉલ લેટર્સની જોડીઓ બનાવે છે. વસ્તુને આકાર, સંખ્યા અને રંગના સંદર્ભમાં શબ્દોમાં વર્ણવે છે. વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો અભિનય કરે છે. પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે. સાદા વાક્યોનું અનુલેખન કરે છે. Rhymes, Action songs ગાય છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...