STD 3 EKAM MUJAB ADHYAYAN NISHPATTI SEM 1/2

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

 

PATRAK -A STD 3 sem 1- 2 KALSHOR 

ધોરણ 3 નાં બધા વિષયો તથા નવા કલશોર પુસ્તક મુજબની અધ્યયન નિષ્પત્તિઓ. 



● શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે. શબ્દો વચ્ચેની જરૂરી જગ્યા પારખી શકે છે. વાક્યોમાં વપરાયેલાં વિરામચિહ્નોને પારખી શકે છે. શબ્દ તેમજ વાક્યો સાંભળીને લખી શકે છે. શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડીને તથા વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરીને પરિચ્છેદ લખે છે. શબ્દો અને વાક્યો મોટેથી વાંચે છે. પરિચ્છેદ મોટેથી વાંચે છે. ● વિવિધ સંકેતોને શબ્દો/વાક્યોમાં રૂપાંતર યોગ્ય રીતે કરે છે. ● કથનાત્મક/વર્ણનાત્મક લખાણમાંથી અર્થ તારવી શકે છે. કથનાત્મક/વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધી શકે છે. કથનાત્મક/વર્ણનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કથનાત્મક/વર્ણનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. કથનાત્મક/વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરી શકે છે. કથનાત્મક/વર્ણનાત્મક લખાણના આધારે સર્જન કરી શકે છે. ● કાવ્યાત્મક લખાણમાંથી શ્રવણ/અર્થગ્રહણ કરે છે. સાહિત્યિક લખાણ સાંભળીને સમજી શકે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કાવ્યાત્મક લખાણના આધારે સર્જન કરે છે. ● માહિતીલક્ષી લખાણમાંથી વાચન-અર્થગ્રહણ કરે છે. માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે. માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. માહિતીલક્ષી લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. માહિતીલક્ષી લખાણનું વિશ્લેષણ કરે છે. ● કાવ્યાત્મક લખાણમાંથી વાચન-અર્થગ્રહણ કરી શકે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. કાવ્યાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે. ● પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાચન અર્થગ્રહણ કરે છે. પ્રકીર્ણ લખાણમાંથી વિગતો શોધે છે. પ્રકીર્ણ લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. પ્રકીર્ણ લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. પ્રકીર્ણ લખાણનું વિશ્લેષણ કરે છે. ● મૌખિક અભિવ્યક્તિ વિવિધ રીતે કરી શકે છે. પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે. આરોહ-અવરોહ સાથે / અભિનય સાથે વાર્તા રજૂ કરે છે. વાર્તા પરથી નાટ્યીકરણ કરે છે. દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે. પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. ● લેખનની જુદી-જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે. પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું લેખિત વર્ણન કરે છે. દૃશ્યાત્મક વિગતોને લેખિત રીતે રજૂ કરે છે. ● દૃશ્યાત્મક અભિવ્યક્તિ કુશળતાથી કરી શકે છે. સાંભળેલી વિગતોને દૃશ્યાત્મક રીતે રજૂ કરે છે. વાંચેલી વિગતોને દૃશ્યાત્મક રીતે રજૂ કરે છે. ● ભાષા સજ્જતા અથવા તો વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે. તથા તેનું વ્યવહારુ ઉપયોજન કરી શકે છે. નામને બદલે સર્વનામનો ઉપયોગ કરે છે. વચન ઓળખે છે, પરિવર્તન કરે છે અને એનો ઉપયોગ કરે છે. વિશેષણ ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે. ક્રિયાનું ભૂતકાળનું સ્વરૂપ ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે. આજ્ઞા, વિનંતી અને સૂચનાના ભાષાપ્રયોગ ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે. સ્થળ/સમયવાચક અવ્યય જેવા કે વચ્ચે, ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, બહાર, પછી, અત્યારે, પહેલાંને ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે. પુનરાવર્તિત પ્રયોગ (દા.ત. રમતાં-રમતાં) ઓળખે અને ઉપયોગ કરે છે. સંયોજકો (અને, કે, એટલે, તેમ છતાં, તોય) ઓળખે અને ઉપયોગ કરે છે. ● પરિચિત શબ્દો અને એના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે. પરિચિત શબ્દો શોધી શકે છે. સમાનાર્થી શબ્દો શોધી શકે છે. વિરુદ્ધાર્થી શબ્દ ઓળખે છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. ● શબ્દનું રૂપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજી શકે છે. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે. નવા શબ્દો શોધે છે. નવા શબ્દોના અર્થની ધારાણા કરે છે. શબ્દના અર્થ તારવે છે. ● ભાવાત્મક સમાવેશન કરે છે. ભાવાત્મક સંકેતોને ઓળખ છે. ભાવાત્મક પ્રતિભાવ આપે છે. ભાવાત્મક વલણ દર્શાવે છે. ગણિત ● ત્રણ અંકની સંખ્યા સાથે કામ કરે છે. સ્થાનકિંમતનો ઉપયોગ કરીને ૯૯૯ સુધીની સંખ્યાઓ વાંચે છે અને લખે છે. ૯૯૯ સુધીની સંખ્યાઓની સ્થાનકિંમતના આધારે સરખામણી કરે છે. આપેલ પરિસ્થિતિ/પરિપ્રેક્ષ્યમાં યોગ્ય અંક ક્રિયા દર્શાવે છે અને ઉપયોગ કરે છે. ૯૯૯ સુધીની તરત પહેલાની અને પછીની સંખ્યા ઓળખે છે તથા બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા કહે છે. ૯૯૯ સુધીની સંખ્યાઓને ચડતા-ઉતરતા ક્રમમાં ગોઠવે છે. ૯૯૯ સુધીની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખે છે તથા વિસ્તૃત સ્વરૂપ પરથી સંખ્યા બનાવે છે. ૯૯૯ થી વધે નહિ તેવા વદ્દી વગરના તથા વદ્દીવાળા સરવાળા કરે છે. દશકા વગરની તથા દશકાવાળી બાદબાકી કરે છે. જવાબ ૯૯૯ થી વધતો ન હોય તેવી ત્રણ અંકની સંખ્યાઓના રોજિંદા જીવનને સ્પર્શતા સરવાળા બાદબાકીના કોયડા ઉકેલે છે. ૯૯૯ સુધીની સંખ્યાઓની વિવિધ પેટર્ન રચે છે. ★ જૂથમાં વિભાજીત કરીને કે કર્યા વિના નાણાંની નાની રકમના સરવાળા બાદબાકી કરે છે. રૂપિયા પૈસા આધારિત સરવાળા બાદબાકી કરે છે. જોજિંદા વ્યવહારમાં નાણાંકીય લેવડદેવડના કોયડાઓ ઉકેલે છે. ★ માહિતીના આધારે સાદા બીલ બનાવે છે. બીલમાં આપેલ વિગતોના આધારે સાદા બિલનું અર્થઘટન કરે છે અને પ્રશ્નોના જવાબ આપે છે. ● દ્વિ પરિમાણીય(2D) આકારોની સમજ ધરાવે છે. સીધી રેખાનો ઉપયોગ કરીને, તૂટક રેખા પરથી કાગળને કાપીને, કાગળને ગડી પાડીને વગેરે દ્વારા દ્વિ પરિમાણીય(2D) આકારો બનાવે છે અને ઓળખે છે. બાજુઓની, ખૂણાઓની અને વિકર્ણની સંખ્યાને આધારે દ્વિ પરિમાણીય(2D) આકારોને વર્ણૅવે છે. દા.ત. પુસ્તકના મુખપૃષ્ઠને ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ છે. આપેલ આકારની લાદીનો ઉપયોગ કરીને જગ્યા છોડ્યા વિના આપેલ વિસ્તારને ભરે છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ આકારોની ઓળખ અને સમજ ધરાવે છે. આપેલ આકૃતિમાં કેટલા આકાર છે તેની ગણતરી કરે છે. આપેલ આકૃતિમાં સૌથી મોટા આકાર (ત્રિકોણ, ચોરસ, લંબચોરસ)ની ગોઠવણી કરે છે. વિવિધ વસ્તુઓમાં ધાર અને ખૂણાઓની ઓળખ કરે છે અને સમજ ધરાવે છે. ટેનગ્રામની મદદથી વિવિધ ચિત્રો બનાવે છે. પેટર્ન (વણાટની, ભોંયતળિયાની...) ઓળખે છે અને આગળ વધારે છે. ● સેમી અને મીટર જેવા પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈ અને અંતરનો અંદાજ લગાવે છે તેમજ તેમની વચ્ચેનો સંબંધ ઓળખે છે. બિનપ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈનું માપન કરે છે. બિનપ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈનો અંદાજ લગાવે છે. સેમી, મીટર અને કિલોમીટર જેવા પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈ/અંતરનું અનુમાન કરે છે અને માપ કાઢે છે. મીટરનું સેમીમાં અને સેમીનું મીટરમાં રૂપાંતર કરે છે. ★ સાદા વજનકાંટાની મદદથી ગ્રામ અને કિલોગ્રામ જેવા પ્રમાણભૂત એકમોનો ઉપયોગ કરીને વસ્તુઓનું વજન કરે છે. વસ્તુઓના હલકા અને ભારેપણાનો અંદાજ લગાવે છે. વિવિધ પ્રકારનાં ત્રાજવાં અને વજનિયાં વિશે જાણે છે. વજનકાંટાની મદદથી ગ્રામ અને કિલોગ્રામ જેવા પ્રમાણભૂત એકમોનો ઉપયોગ કરીને વસ્તુઓનું વજન કરે છે. ★ બિનપ્રમાણિત એકમો વડે વિવિધ પાત્રોની ગુંજાશની સરખામણી કરે છે. ગુંજાશના પ્રમાણિત એકમોની સમજ ધરાવે છે. ★ ગ્રામ અને કિલોગ્રામને સમાવતા સરવાળા અને બાદબાકીને લગતા વ્યવહારુ કોયડા ઉકેલે છે. ગ્રામ અને કિલોગ્રામમાં આપેલાં માપવાળા સરવાળા બાદબાકી કરે છે. ત્રાજવાં અને વજનિયાંનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. ● કેલેન્ડર પર ચોક્કસ દિવસ અને તારીખ બતાવે છે. માહિતી (કેલેન્ડર, જન્મનું પ્રમાણપત્ર, શાળાનું સમયપત્રક, શાળાનું વાર્ષિક કેલેન્ડર વગેરે) ને સમજે છે અને તેનું અર્થઘટન કરે છે. કેલેન્ડર પર ચોક્કસ દિવસ અને તારીખ બતાવે છે.. કેલેન્ડર પૂર્ણ કરે છે. ● ઘડિયાળનો ઉપયોગ કરી ચોક્કસ સમય કલાકમાં જણાવે છે. સમયરેખા મુજબ માહિતી ગોઠવે છે. ★ સરળ આકાર અને સંખ્યાઓમાં પેટર્ન વિસ્તારે છે. આસપાસના પર્યાવરણમાં રહેલ પેટર્નને ઓળખે છે. સરળ આકાર આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે. અંક આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે. મૂળાક્ષર/શબ્દ આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે. ★ ચિહ્ન અને ચિત્રાત્મક રજૂઆત દ્વારા માહિતીની નોંધ કરે છે અને તારણ કાઢે છે. રોજિંદા જીવનમાં વણાયેલ માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરે છે. કોષ્ટક સ્વરૂપે રજૂ થયેલ માહિતીનું અર્થઘટન કરે છે. ચિહ્ન અને ચિત્રાત્મક રીતે નોંધાયેલ માહિતીને સ્તંભઆલેખ સ્વરૂપે રજૂ કરે છે. સ્તંભઆલેખ સ્વરૂપે આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપે છે. ★ રોજિંદા જીવનની પરિસ્થિતિમાં 2,3,4,5 અને 10 ના ગુણાકારના તથ્યો (ઘડિયા) નું નિર્માણ કરે છે અને ઉપયોગ કરે છે.. સમાન જૂથ કે સમાન વહેંચણી દ્વારા પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવે છે. બે સંખ્યાઓના ગુણાકાર કરે છે. (જવાબ ૯૯૯ થી વધે નહિ તેવા) કોઈ સંખ્યાને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવે છે. ગુણાકારના તથ્યો (ઘડિયા) ના આધારે રોજિંદા જીવનની સમસ્યાને ઉકેલે છે. ગુણાકાર આધારિત પેટર્ન પૂર્ણ કરે છે. ★ ભાગાકારના તથ્યો સમાન જૂથ, સમાન વહેંચણી અને પુનરાવર્તિત બાદબાકીના સંદર્ભમાં સમજે છે. મૂર્ત વસ્તુઓની સમાન વહેંચણી અને સમાન જૂથ દ્વારા ભાગાકાર કરે છે. પુનરાવર્તિત બાદબાકી દ્વારા ભાગાકાર કરે છે. વ્યાવહારિક કોયડાઓના ઉકેલ માટે ભાગાકારનો ઉપયોગ કરે છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...