STD 5 KEKARAV EKAM MUJAB ADHYAYAN NISHPATTI SEM 1/2

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

PATRAK -A STD 5 sem 1- 2 kekarav

ધોરણ ૫ માં હાલ નવું કેકારવ પુસ્તક મુજબની અધ્યયન નિષ્પત્તિઓ



વાર્તા, ગીતો, કાવ્યો, વર્ણનો, વાતચીત, નાટકો, વાંચી અને સમજી શકે છે. પરિચિત – અપરિચિત પરિસ્થિતિ અને સંવાદો સાંભળી અને સમજી શકે છે. રમતો, પ્રવૃત્તિઓ, મુલાકાતો, પૂછપરછ પ્રોજેકટ કાર્ય દ્વારા સમજી શકે છે. બાળ સાહિત્ય અને પ્રદેશિક ગીતો, કથાઓ, વાંચી સાંભળી તેને સમજી શકે છે. વાંચન, સામગ્રી તથા દશ્ય – શ્રાવ્ય સાધનો દ્વારા કાવ્યો, વાર્તાઓ નાટકો અને વિચારોને જોઈ સાંભળી અને સમજી શકે છે. સમયપત્રક, નકશા, પ્રતીકો અને લખાવેલી સામગ્રીમાંથી વાંચી સાંભળી શકે છે. ભાષામાં થયેલી વિવિધ રજૂઆત સાંભળી અને મુખ્ય વિચાર સમજી શકે છે. આશરે 2500 જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે. સાહજિક રીતે ખચકાયા વિના બોલી શકે છે. કાવ્યો, ગીતોનું ભાવવાહી પઠન, ગાન, અભિનય અને મુખપાઠ કરી શકે છે. જોયેલ, સાંભળે અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે. જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછી શકે છે. અને પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકે છે. કથનમાં નવા શબ્દોનો પ્રયોગ કરી શકે છે. અને મુદા પરથી વાર્તા રજૂ કરી શકે છે. યોગ્ય વિરામચિહ્નો અને માન્ય જોડણી સાથે મરોડદાર લેખન કરી શકે છે. શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામચિહ્નો તથા માન્ય જોડણી સાથેનું શ્રુતલેખન કરી શકે છે. પ્રશ્નોના મુદાસર જવાબ આપી શકે છે. અપરિચિત વિષય પર સ્વતંત્રલેખન કરી શકે છે. કાવ્યની અધૂરી પંક્તિ પૂર્ણ કરી શકે છે. ચિત્રવર્ણન કરી શકે અને લખી શકે છે. શબ્દચિત્ર બનાવી અને વાકય બનાવી શકે છે. પરિચિત પરિસ્થિતિ કે વિષય ઉપર વાક્યો લખી શકે છે. પઝલ ચિત્રો જોડી તેનું વર્ણન કરી શકે છે. પત્રલેખન કરી શકે છે. પ્રસંગ અનુરૂપ કાર્ડ બનાવી તેમાં લેખન કરી શકે છે. દરેક પરિસ્થિતિમાં યોગ્ય વાત કે વ્યવહાર કરી શકે છે. જાહેરાતનાં બોર્ડ અને જાહેર સૂચનાઓ સંકેતના બોર્ડ, ટ્રાફિક સિગ્નલ વગેરેને અનુસરે છે. સ્થાનિક બોલી / ભાષાના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ શોધવા માટે શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે. લિંગ, વચનકાળ, વિરામચિહ્નો, ક્રિયાપદો, વિશેષણ સમજીને ઉપયોગ કરે છે.

ગણિત એકમ મુજબ અધ્યયન નિષ્પત્તિ

● મોટી સંખ્યા સાથે કામ કરે છે. પોતાની આસપાસના પર્યાવરણમાં વપરાતી 1000થી મોટી સંખ્યાઓ વાંચે છે. અને લખે છે. 1000થી મોટી સંખ્યાઓની સ્થાન કિંમતના આધારે સરખામણી કરે છે. આપેલ સંખ્યાને તેની નજીકના દસ,સો,હજાર,દસ હજાર લાખ અને કરોડમાં દર્શાવે છે. કરોડ સુધીની સંખ્યાના સરવાળા-બાદબાકી કરે છે. એક કરોડ સુધીની સંખ્યાનો ત્રણ અંક સુધીની સંખ્યા વડે ગુણાકાર કરે છે. એક કરોડ સુધીની સંખ્યાનો બે અંક સુધીની સંખ્યા વડે ભાગાકાર કરે છે. ચાર મૂળભૂત ક્રિયાઓના પરિણામનો અંદાજ કાઢે છે, તથા ચકાસણી કરે છે. સ્થાનકિમતની સમજના આધારે 1000 થી મોટી સંખ્યાઓ પર ચાર મૂળભૂત ક્રિયાઓ કરે છે. ગુણાકાર અને ભાગાકાર આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે. ☛ અપૂર્ણાંક વિષેની સમજ કેળવે છે. આપેલ જથ્થાના ચોક્કસ ભાગ )દા.ત.ત્રીજા,ચોથા આઠમા સોળમા ભાગ) ને સંલગ્ન સંખ્યા) અપૂર્ણાંક) સ્વરૂપે દર્શાવે છે. આપેલ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક ઓળખે છે. અને નવો સમ અપૂર્ણાંક બનાવે છે. અપૂર્ણાંક આધારિત વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે. આપેલ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવે છે. આપેલ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં દર્શાવે છે. 1/2, 1/4, 1/5 જેવા આપેલ અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપે દર્શાવે છે. અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવે છે. ● ખૂણાઓ અને આકારોનો ખ્યાલ મેળવે છે. ખૂણાઓને કાટકોણ, લઘુકોણ અને ગુરૂકોણમાં વર્ગીકૃત કરે છે. તેમજ તેને દોરીને ટ્રેસ કરીને રજૂ કરે છે. આસપાસના પર્યાવરણમાં રચાતા ખૂણાઓને કાટકોણ, લઘુકોણ અને ગુરૂકોણ સ્વરૂપે દર્શાવે છે. ☛ લંબાઈ,વજન અને ગુંજાશ જેવી રાશિઓના મોટા અને નાના એકમો જાણે છે. તથા તેમની વચ્ચેનો સંબંધ જાણે છે. અને નાના એકમોનું મોટા એકમોમાં અને મોટા એકમોનું નાના એકમોમાં પરસ્પર રૂપાંતર કરે છે. ★ એક પાત્રના ગુંજાશના આધારે આપેલ પાત્રની ગુંજાશનો અંદાજ જાણીતા એકમમાં કાઢે છે. દા.ત. ડોલની ગુંજાશ ટમલરની ગુંજાશ કરતાં લગભગ 20 ગણી છે. ☛ નાણું, લંબાઈ, વજન, ગુંજાશ અને સમય આધારિત કોયડાઓ ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓના ઉપયોગ દ્વારા ઉકેલે છે, ● ત્રિકોણ સંખ્યા અને ચોરસ સંખ્યાને ઓળખે છે, આકારો અને ચિત્રોમાં જોવા મળતી પેટર્ન ઓળખે છે. વિસ્તારે છે. અને તે મુજબ નવી પેટર્ન રચે છે. સંખ્યામાં જોવા મળતી પેટર્ન ઓળખે છે, વિસ્તારે છે. અને તે મુજબ નવી પેટર્ન રચે છે. ★ રોજિંદા જીવનની વિવિધ પરિસ્થિતિ મુજબ માહિતી એકત્ર કરે છે. તેને કોષ્ટક સ્વરૂપે અને આલેખ સ્વરૂપે દર્શાવે છે. અને તેનું અર્થઘટન કરે છે. એકત્રિત કરેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. એકત્રિત કરેલી માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવે છે. એકત્રિત કરેલી માહિતીને સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવે છે. કોષ્ટક સ્વરૂપે રહેલી માહિતીનું અર્થઘટન કરે છે. સ્તંભ આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે. લંબ આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે. ● આલેખપત્રનો ઉપયોગ કરી વ્યવહારમાં વપરાતી વસ્તુઓનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધે છે. આલેખપત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધે છે. આલેખપત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે. 

સૌની આસપાસ / પર્યાવરણ એકમ મુજબ અધ્યયન નિષ્પત્તિ

★ આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધે છે. અને તેની સરખામણી કરે છે. આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે. આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ શોધે છે. આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ અને પરિમિતિની સરખામણી કરે છે. ક્ષેત્રફળના એકમો જાણે છે. અને તેની સરખામણી કરે છે. ● આસપાસના પર્યાવરણમાંથી પરિભ્રમણ સંમિતિ ધરાવતા દ્વિ-પરિમાણિય આકારો અને મૂળાક્ષરોને ઓળખે છે. દર્પણ આકૃતિ ઓળખે છે. પરિભ્રમણીય સંમિતિ ધરાવતા મુળાક્ષરો અને ચિત્રોને 1/2,1/3,1/4 અને 1/6 આંટા ફેરવતાં મળતી આકૃતિ ઓળખે છે. પરિભ્રમણીય સંમિતિ ધરાવતા મુળાક્ષરો અને ચિત્રોને 1/2,1/3,1/4 અને 1/6 આંટા ફેરવતાં મળતી આકૃતિ દોરે છે. ★ નકશાઓમાં ચિહ્નો, સંજ્ઞાઓ, દિશાના આધારે કોઇ વસ્તુ કે સ્થળનું સ્થાન દર્શાવે છે, અને તેનું અર્થઘટન કરે છે. નકશા પરથી પ્રશ્નોના જવાબ આપે છે. પ્રમાણમાપની મદદથી ચિત્રો અને નકશાને નાના કે મોટા સ્વરૂપે દોરે છે. ઘર, વર્ગખંડ અને શાળાના સાદા નકશાઓમાં ચિહ્નો, સંજ્ઞાઓ, દિશાના આધારે કોઇ વસ્તુ કે સ્થળનું સ્થાન દર્શાવે છે. ● આપેલ સંખ્યાના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી આપે છે. આપેલ સંખ્યાના અવયવ શોધે છે. આપેલ સંખ્યાના અવયવી શોધે છે. આપેલ સંખ્યાના સામાન્ય અવયવ શોધે છે. આપેલ સંખ્યાના સામાન્ય અવયવી શોધે છે. ★ શંકુ ,નળાકાર અને સમઘન આકૃતિઓ દોરે છે. તથા તે માટે રચેલ જાળી (નેટ)ની મદદથી આકારો બનાવે છે. પ્રાણીઓની વિશિષ્ટ શક્તિઓ અને અસામાન્ય લક્ષણો (જેમકે દૃષ્ટિ, ગંધ, શ્રવણ, ઊંઘ, અવાજ વગેરે) અને તેમના પ્રકાશ, ધ્વનિ અને ખોરાક પ્રત્યેના પ્રતિચારોને વર્ણવે છે. રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો (જેમકે ખોરાક, પાણી વગેરે) મેળવવાની પ્રક્રિયા અને તેમાં ટૅકનોલૉજીના ઉપયોગો સમજાવે છે. (જેમ કે ખેતપેદાશો ખેતરથી રસોડા સુધી પહોંચવાની પ્રક્રિયા, અનાજમાંથી રોટલી બનવાની પ્રક્રિયા, અનાજ જાળવણીની રીત (તકનિકો), જળસ્રોતમાંથી પાણી સંગ્રહની રીતો) પ્રાણીઓ, વનસ્પતિઓ અને મનુષ્યના પરસ્પરાવલંબન સંબંધો વર્ણવે છે. (જેમ કે કેટલાંક લોકો દ્વારા જીવનનિર્વાહ માટે પશુપાલન કરવું કે પ્રાણીઓ - પક્ષીઓ દ્વારા વનસ્પતિના બીજનો ફેલાવો થવો) રોજિંદા જીવનમાં વિવિધ સંસ્થાઓની ભૂમિકા અને કાર્યો સમજાવે છે. (જેમ કે બેંક, પંચાયત, સહકારી સંસ્થાઓ, પોલીસ સ્ટેશન વગેરે) ભૂમિપ્રદેશો, આબોહવા, સંસાધનો (જેમકે ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાધે છે. (મુશ્કેલભર્યા અને દુર્ગમ વિસ્તારો- ગરમ અને ઠંડા રણપ્રદેશોમાં લોકોનું જીવન) આકાર, સ્વાદ, રંગ, રચના, ધ્વનિ ,ખાસિયતો વગેરે ગુણધર્મોને આધારે પદાર્થ કે સામગ્રીનું વર્ગીકરણ કરે છે. સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરેની મુલાકાત તેમજ વડીલો સાથેના સંવાદ દ્વારા રીત-રિવાજો, ટેવો અને પરંપરામાં આવેલ પરિવર્તનનું અનુમાન કરે છે. (જેમ કે ખેતી, સંરક્ષણ, તહેવારો, પોશાક, પરિવહન, સાધનસામગ્રી, વ્યવસાય, રહેઠાણ, રાંધવાની અને આહારની રીત, કાર્યશૈલી) કોઈ ઘટના અંગેની પરિસ્થિતિઓ, ગુણધર્મો અંગે અનુમાન કરે છે. અવકાશી જથ્થો . (જેમ કે અંતર વિસ્તાર, વજન, માપ વગેરે) અને સમય અંગે સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢે છે .સાદા સાધનોનો ઉપયોગ કરીને ચકાસણી કરે છે. (જેમ કે તરતું - ડૂબતું/ મિશ્રણ/ બાષ્પીભવન/ અંકુરણ/ બગાડ/ શ્વસન સ્વાદ) અવલોકનો, અનુભવો, માહિતીઓ (જેમકે કોષ્ટકો, ચિત્રો, સ્તંભઆલેખ, પાઇચાર્ટના સ્વરૂપમાં)ની વ્યવસ્થિત નોંધ કરે છે અને તેના આધારે ઘટનાઓ કે પ્રવૃત્તિઓની તરાહો (જેમ કે તરવું, ડૂબવું, મિશ્રણ, બાષ્પીભવન, અંકુરણ, બગાડ)ના કાર્યકારણ સંબંધો સ્થાપિત કરે છે. નકશામાં દર્શાવેલ ચિહ્નો, દિશાઓ, વસ્તુની સ્થિતિ કે દર્શાવેલ સ્થળ/ મુલાકાત લીધેલ સ્થળોને નકશામાં ઓળખે છે તેમજ જુદાં જુદાં સ્થળોએથી અન્ય સ્થળની દિશાઓનું અનુમાન કરે છે. સ્થાનિક/ બિનઉપયોગી સામગ્રીનો ઉપયોગ કરીને પોસ્ટર, ડિઝાઇન, મૉડેલ્સ, સ્થાનિક વાનગીઓ, ચિત્રો તેમજ આસપાસના કે મુલાકાત લીધેલ સ્થળોના નકશા બનાવે છે. તે વિશે જોડકણાં, કવિતાઓ, સૂત્રો બનાવે છે અને પ્રવાસવર્ણનો નોંધે છે. સમાજની મહત્વની સમસ્યાઓ (પડકારો)માં પોતાનાં અવલોકન કે અનુભવોને આધારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે. (જેમ કે સંસાધનોની પ્રાપ્તિ અને માલિકી, સ્થળાંતર, સ્થાપન - વિસ્થાપન, બાળહકો વગેરે) સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થાપન, આપત્તિ/ કટોકટીની સ્થિતિ અને સંસાધનો(જેમ કે જમીન, ઇંધણ, જંગલો વગેરે)ની જાળવણી/ બચાવ માટેના ઉપાયો સૂચવે છે તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે. નકશામાં રાજ્યની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. (જેમ કે જોવાલાયક અને મહત્વનાં સ્થળો, નદીઓ, ખેતી, ડુંગરો, લોકજીવન વગેરે)

હિન્દી વિષય એકમ મુજબ અધ્યયન નિષ્પત્તિ

ધો ૩/૪/૫ 

 ● परिचित शब्द, सरल वाक्य, बातचीत, संवाद सुनकर और पढ़कर समझते हैं । परिचित शब्द सुनकर और पढ़कर समझते हैं । परिचित सरल वाक्य सुनकर और पढ़कर समझते हैं । परिचित बातचीत और संवाद सुनकर और पढ़कर समझते हैं । ● गीत, सरल कविता, पहेलियाँ, परिचित बाल कहानी और चुटकुले सुनकर और पढ़कर समझते हैं । गीत सुनकर और पढ़कर समझते हैं । सरल कविता सुनकर और पढ़कर समझते हैं। पहेलियाँ सुनकर और पढ़कर समझते हैं । परिचित बाल कहानी सुनकर और पढ़कर समझते हैं चुटकुले सुनकर और पढ़कर समझते हैं । ● परिचित परिस्थितियों में सामान्य सूचनाओं को सुनकर और पढ़कर समझते हैं। ● 'क्या', 'कौन', ' क्यों', 'कैसे', 'कब' और 'कहाँ' वाले प्रश्नों को सुनकर और पढ़कर समझते हैं । ● 21 से 50 तक की गिनती सुनकर और पढ़कर समझते हैं । ● शब्दकोश के क्रम के बारे में जानते हैं । ● संयुक्ताक्षरयुक्त शब्दों एवं सरल वाक्यों का शुद्ध रूप से उच्चारण और लेखन करते हैं । ● परिचित विषय के बारे में साहजिक रूप से बोलते हैं । ● परिचित विषय पर साहजिक रूप से लिखते हैं । ● व्यक्तिगत और सामूहिक रूप में काव्यगान करते हैं । ● सरल प्रश्नों के मौखिक और लिखित उत्तर देते हैं । सरल प्रश्नों के मौखिक उत्तर देते हैं । सरल प्रश्नों के लिखित उत्तर देते हैं । ● शब्दों और अंकों में 21 से 50 तक की गिनती का उच्चारण एवं लेखन करते हैं । ● चित्र के आधार से स्थानीय परिवेश में पाई जाने वाली चीजों (सब्जी, फल, अनाज, यातायात के साधन, रसोईघर, पेड़-पौधे) की जानकारी प्राप्त करते हैं। ● छपी सामग्री (जैसे रेपर्स, अखबार, सामयिक) आदि पढ़कर समझते हैं। ● चित्र के आधार पर लेखन करते हैं। ● सरल शब्द एवं समानार्थी, विरुद्धार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं। सरल शब्द का वाक्य में प्रयोग करते हैं। समानार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं । विरुद्धार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं। ● लिंग और वचन को समझकर वाक्य में प्रयोग करते हैं । लिंग को समझकर वाक्य में प्रयोग करते हैं । वचन को समझकर वाक्य में प्रयोग करते हैं। ● संज्ञा, विशेषण और क्रिया को पहचानते हैं । संज्ञा को पहचानते हैं । विशेषण को पहचानते हैं । क्रिया को पहचानते हैं । ● विशेषण और क्रिया का वाक्य में प्रयोग करते हैं । विशेषण का वाक्य में प्रयोग करते हैं । क्रिया का वाक्य में प्रयोग करते हैं। ● मुहावरों का अर्थ समझकर वाक्य में प्रयोग करते हैं। ● सरल वाक्यों का मातृभाषा में अनुवाद करते हैं। ● दृश्य या घटना को देखकर वर्णन करते हैं। ● चित्र के आधार पर कहानी का कथन करते हैं । ● अधूरे वाक्य पूर्ण करते हैं। ● दी गई परिस्थिति के बारे में सोचकर अपनी राय देते हैं । ● चित्र का अवलोकन करके भेद ढूँढते हैं । ● एक वाक्य को अलग-अलग तरीकों से अभिव्यक्त करते हैं । ● संकेत में कही हुई बात को समझकर विवरण देते हैं । ● श्रव्य या वाच्य सामग्री में से अंतर्निहित मूल्य (जैसे- अनुशासन, ईमानदारी, आज्ञापालन, पर्यावरण संवर्धन, स्वच्छता, राष्ट्रप्रेम) विकसित करते हैं। ● छात्र में निर्णयशक्ति, स्वजागृति, प्रभावी सम्प्रेषण जैसे जीवन कौशल विकसित करते हैं । 

અંગ્રેજી વિષય એકમ મુજબ અધ્યયન નિષ્પત્તિ

ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતોના જવાબ આપે છે. ટૂંકી સૂચનાઓ સાંભળી તે પ્રમાણે ક્રિયા કરે છે. સાંભળેલી વિગતોને આધારે ચિત્ર દોરે છે. વાર્તા અને પરિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે. વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે. અભિવાદન કરી પ્રતિભાવ આપે છે. સૂચના મુજબ સંવાદ કરે છે. ઊલટ પ્રશ્નો (Inversion Questions) પૂછી તેવા પ્રશ્નોના જવાબ આપે છે. માહિતી મેળવવા Wh – (Who, Where, When, What, How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે. પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે. લોનવડસૅ સહિત આશરે 500 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે. There is / There are નો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે. રોજિંદા જીવનની અને વર્તમાન સમયની ક્રિયાઓનું વર્ણન કરે છે. ભૂતકાળની ક્રિયાઓ વર્ણવે છે. પોતાની અને અન્યની માલિકી પ્રદર્શિત કરે છે. સ્થાનિક વ્યવસાયકોરોનો પરિચય મેળવે છે, અને પરિચય આપે વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે. શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે. વસ્તુઓ, પ્રાણી, પક્ષીઓ, વ્યક્તિઓનાં નામ, રંગ, સંખ્યા, કદનું વર્ણન કરે છે. ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે. ફકરાનું અનુલેખન કરે છે. Rhymes, Action Songs ગાઈ અને તેનો રસાસ્વાદ માણે છે. ક્રિયાસૂચક શબ્દોનો ઉપયાગ કરી કાવ્ય આગળ વધારે છે.

<
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...