પ્રાર્થના MP3

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

 *પ્રાર્થના એટલે શું?*

*પ્રાર્થના એટલે સૃષ્ટિનાં સર્જનહારનું બીજા ના લાભ માટે ધ્યાન ધરવું તે.*

*પ્રાર્થના એટલે પરોપકાર માટે પ્રભુનું સ્મરણ કરવું તે.*

*પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક.*

પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું.

પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક.

પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ.

પ્રાર્થના એટલે આત્મા અને પરમાત્માને જોડતી કડી.

પ્રાર્થના એટલે જીવન જીવવાની જડીબુટ્ટી.

પ્રાર્થના એટલે ધર્મનું કર્મ અને કર્મની કૂચી.

*પ્રાર્થના એટલે પ્રભુને પામવાનો પારસમણિ.*

પ્રાર્થના એટલે સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ.

પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે પ્રાર્થના.

પ્રાર્થના શું છે? આપણે પ્રાર્થના દ્વારા આપણી જાતને કઇ રીતે ઉર્જામય કરી શકીએ?

બાળપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ બોલી છે, ગાઈ છે અને સાંભળી છે. સમય જતાં, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા વિકસિત થતી ગઈ. આજે, ચાલો આપણે આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ, એવી સમજણ મેળવીને કે –‘પ્રાર્થનાનો અર્થ શું છે? પ્રાર્થનાના ફાયદાઓ શું છે? ભગવાનને કઇ રીતે પ્રાર્થના કરવી જોઇએ ? કોની સમક્ષ પ્રાર્થના કરવી જોઇએ? પ્રાર્થના કઈ કરવી જોઇએ? આ સમજણ આપણને સારા જીવન તરફ દોરી જશે અને આપણી આધ્યાત્મિક યાત્રાના વિકાસમાં પણ મદદરૂપ થશે. પ્રાર્થના, જ્યારે સાચી સમજણ સાથે કરવામાં આવે, ત્યારે તેની અસર આપણા કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસમાં ખુબ જ પ્રભાવશાળી બની રહે છે.

તેથી સૌ પ્રથમ તો, આપણે પ્રાર્થનાનો અર્થ શું છે તે સમજીએ...

પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે!

તે આપણી અંદર રહેલા ભગવાન સાથે, અથવા મૂર્તિ સાથે અને જે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ તે ફોટા સાથે, અથવા આપણે જેમનામાં વિશ્વાસ મૂકીએ છીએ તેવી દૈવી શક્તિ સાથેની વાતચીત છે.

તે કોઇ પણ તાર વિનાનું જોડાણ છે! માટે,પ્રાર્થના કોઇ પણ સમયે અને કોઇ પણ સ્થળે થઇ શકે છે!

સામાન્ય રીતે, આપણા વડીલો અને ગુરૂ ભલામણ કરે છે કે દરરોજ વહેલી સવારે પ્રાર્થના કરવી જોઇએ. સવારમાં સૌપ્રથમ પ્રાર્થના કરવા પાછળનો વિચાર એ છે કે, આપણી રોજની દોડધામવાળી જિંદગીની શરૂઆત કરતાં પહેલા આપણ તેને અત્યંત મહત્વપૂર્ણ માનીએ છીએ. જો કે, જો પ્રાર્થના કરવાનું સવારમાં શક્ય ન હોય તો, તેમાં કશું નુક્સાન નથી, ભલે ને આપણે દિવસમાં ગમે ત્યારે પ્રાર્થના કરીએ.

પ્રાર્થના એ ભગવાન સમક્ષ માંગણી રજૂ કરવાનું કાર્ય છે!

જ્યારે પણ આપણે કશું ઇચ્છીએ છીએ પરંતુ તે મેળવી શકતા નથી અથવા આપણે મદદની જરૂરિયાતમાં હોઇએ અને કોઇ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય પરંતુ તે મળે નહિ ત્યારે આપણે અત્યંત શ્રદ્ધાથી, પ્રેમ અને હ્રદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણી પ્રાર્થનાનો જવાબ ચોક્કસ મળે છે!

આપણી સાચા દિલથી કરેલી પ્રાર્થના સવળા સંજોગો ભેગા કરી આપે છે.

પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવી શક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. એવા ઘણા દેવ-દેવીઓ બ્રહ્માંડમાં છે કે જે કોઇપણ વ્યક્તિ જ્યારે સાચા હ્રદયથી તેમની મદદ માંગે તો મદદ કરવા હાજર હોય છે. સાચા માર્ગની શોધ ઝંખતા હોય એવી વ્યક્તિઓને મદદ કરવાની જગત કલ્યાણ કરવાની અદમ્ય ભાવનાને કારણે દેવ-દેવીઓએ અત્યંત પુણ્યકર્મ બાંધ્યું હોય છે અને જેથી કરીને તેઓ હાલમાં દેવ-દેવીઓ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે, શાંતિના માર્ગ અને મોક્ષ (શાશ્વત આનંદ) ના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઉત્સુક એવા મુમુક્ષોને તેઓ હંમેશા સહાય કરે છે. પરંતુ આપણે તેમની સમક્ષ માગવું પડે છે! જયારે આપણે રસ્તે જતાં વચ્ચે ભટકી જઈએ ત્યારે શું આપણે થોડી વાર થંભી જઈને, કોઈની પાસે સાચો રસ્તો કયો છે, એવી જાણકારી પ્રાપ્ત કરતા નથી?! પ્રાર્થનામાં પણ કંઇક આવું જ હોય છે.

પ્રાર્થના ભગવાનને કરવામાં આવતી ખાસ વિનંતિ છે:

અહી આપણા માટે સુંદર પ્રાર્થના MP3 કલેકશન મુકવામાં આવેલ છે આપ આ પ્રાર્થનાઓને સાંભળી શકો છો અને download  પણ કરી શકો છઓ.
Tags
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...