સૂર્ય The Sun

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


સૂર્ય sun


સૂર્ય આપણા સૂર્યમંડળના કેન્દ્રસ્થાનમાં આવેલો પીળા રંગના તારો છે, તે પ્રકાશ અને ઉષ્માં જેવી ઊર્જાનો સ્ત્રોત છે.સૂર્ય નો વ્યાસ 13,92,000 કિમીનો છે. જે આપણી પૃથ્વી કરતાં 109 ગણો છે. સૂર્ય 13 લાખ પૃથ્વી સમાઈ જાય તેટલું વિશાળ કદ ધરાવે છે અને છતાં પાછુ આપણો આ સૂર્ય બ્રહ્માંડના અન્ય તારાઓની સરખામણીએ એક સામાન્ય તારો છે. સૂર્ય પણ પોતાની ધરી પર ફરે છે તેમજ આકાશગંગાના કેન્દ્રની આસપાસ પરિક્રમણ પણ કરે છે. તેની સપાટી પરનું તાપમાન 6000 K છે. તેની સપાટી પર અવારનવાર, કાળાં, ટપકાં જેવાં સૂર્યકલંકો (Sunspots) પણ જોવા મળે છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...