નેપ્ચ્યુન Neptune

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


નેપ્ચ્યુન Neptune
નેપ્ચ્યૂન ભૂરાશ પડતો ગ્રહ છે. તે બે તેજસ્વી અને બે ઝાખા એમ કુલ ચાર વલયો ધરાવે છે. નેપ્ચ્યૂન ને ટ્રાઈટન નામનો એક 2700 કિમી વ્યાસનો ઉપગ્રહ છે. જે ગ્રહમંડળની સામાન્ય દિશાના ભ્રમણથી વિરુદ્ધ દિશામાં નેપ્ચ્યૂનને ફરતે કક્ષાભ્રમણ કરે છે. તેના વાતાવરણની બાહ્ય સપાટી પર એક વિશાળ ભૂરો લંબગોળ ડાઘ જોવા મળે છે. નેપ્ચ્યૂનની કક્ષાની બહાર એક પટ્ટા જેવા વિસ્તારમાં આશરે સો કિલોમીટર રેખીય પરિમાણ ધરાવતા અનિયમિત આકારના અનેક બર્ફિલા પદાર્થો સૂર્યની ફરતી કક્ષામાં ઘૂમતા હોય છે. જે ટ્રાન્સ નેપ્ચ્યૂનીયન ઓબજેક્ટ (Trans Neptunian objects) તરીકે ઓળખાય છે. આ પ્રકારના પદાથો સૂર્ય નજીક અવારનવાર આવતા ધૂમકેતુઓ સાથે સંકળાયેલ મનાય છે. મંગળની કક્ષાની બહાર આવેલ ગ્રહોમાંના ગુરુ, શનિ, યુરેનસ અને નેચૂન વાયુમય પદાર્થોના બનેલા વિશાળકાય ગ્રહો છે. તેમના દર્શાવ્યા અનુસારના મોટા ઉપગ્રહો ઉપરાંત મોટી સંખ્યામાં નાના ઉપગ્રહો છે. આમાંના મોટાભાગના તો સો, બસો, કિલોમીટરથી માંડીને દસથી વીસ કિલોમીટર કદના ખડકો જેવા જ છે. આવા નાના ઉપગ્રહો તો તાજેતરના વર્ષોમાં વધુને વધું સંખ્યામાં શોધાતા ગયા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...