બુધ mercury

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ




બુધ Mercury
બુધ એ સૂર્યથી સૌથી નજીકની ગ્રહ છે, તેથી તે સૂર્યની આસપાસ એક પરિક્રમણ ફક્ત 88 દિવસમાં પૂર્ણ કરે છે. આમ, બુધ સૌથી ઝડપી પરિક્રમણ કરે છે. યોગ્ય દિવસોએ સૂર્યોદય પહેલાં કે સુર્યાસ્ત પછીના દોઢ કલાકના ગાળામાં નરી આંખે તેને બહુ મુશ્કેલીથી જોઇ શકાય છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની સપાટી પ૨ વાટકા જેવા આકારના અનેક નાનામોટા ખાડાઓ આવેલા છે. જે પૈકી કેટલાક જવાળામુખી છે, પરંતુ મોટા ભાગના તો ઉલ્કાપ્રપાતના કારણે પડેલા હોવાનું માનવામાં આવે છે. બુધ પર દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ જ મોટો તફાવત રહે છે. દિવસે 525° સે અને રાત્રિએ - 175° સે જેટલું તાપમાન હોય છે. આપણા ચંદ્રની જેમ બુધ પણ કળા દર્શાવે છે. જે ટેલિસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે. બુધ પર વાતાવરણ નથી. બુધને કોઈ ઉપગ્રહ પણ નથી. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...