મંગળ Mars

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


મંગળ Mars
લાલ રંગનો મંગળ એ સૂર્યથી ચોથા ક્રમે આવતો આપણો પાડોશી ગ્રહ છે. તે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ અર્ધો વ્યાસ ધરાવે છે. મંગળ પોતાનું એક ધરીભ્રમણ 24 કલાક 37 મિનિટમાં પૂર્ણ કરતો હોઈ, મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં 41 મિનિટ મોટો છે. મંગળની સપાટી પર સપાટ મેદાનો, ખડકો, પર્વતો, જ્વાળામુખીઓ, ઊંડી ખીણો, સુકાઈ ગયેલી નદીઓના પટો આવેલા છે. મંગળ પર પ્રવાહી કે વાયુ, સ્વરૂપે પાણી નથી. ધ્રુવપ્રદેશમાં બરફ સ્વરૂપે પાણી સંગ્રહાયેલું છે. મંગળ પર આછુંપાતળું વાતાવરણ છે. વાતાવરણમાં આશરે 95 % કાર્બન ડાયોકસાઇડ, 2 % આર્ગોન, 2% નાઇટ્રોજન તથા 1 % જેટલો ઑક્સિજન અને અન્ય વાયુઓ આવેલા છે. મંગળ પર દિવસ દરમિયાનનું વધુમાં વધુ તાપમાન 10° સે અને રાત્રિ દરમિયાન ઓછામાં ઓછું તાપમાન -100° સે છે.મંગળને ‘ફોબોસ’ અને ‘ડિમોસ’ નામના બે નાના ઉપગ્રહો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...